Gujarat no varso...

ગુજરાતનો વારસો ભાગ -5

1.      જાંબુવતીનું ભોંયરું ક્યાં આવેલ છે - પોરબંદર 
2.      ભારતીય સંગીતમાં નોટેશન પધ્ધતિ લાવનાર પ્રથમ સંગીતકાર - પ્રો. મૌલાબક્ષ
3.      ગુજરાતી ભવાઇના ભિષ્મ પિતામહ કોણ - અસાઇત
4.      કાળકા શિખર કયા પર્વત પર આવેલ છે - ગિરનાર
5.      ગુજરાતમાં કઇ પરિક્ર્માઓનું વિશેષ મહત્વ છે - નર્મદા, શેત્રુંજય અને ગિરનાર
6.      કાર મ્યુઝિયમ ક્યાં આવેલ છે - ગોંડલ
7.      ૧૮૯૩માં શિકાગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું - વીરચંદ રાઘવજી ગાંધી
8.      ગુજરાતની કઇ નદીઓ કુંવારિકાઓ કહેવાય છે - બનાસ, સરસ્વતી અને રૂપેણ
9.      ગુજરાતમાં કાષ્ઠકલાનાં કેન્દ્રો કયા - ભૂજ, ભરૂચ, ઇડર, સંખેડા, નડિયાદ
10.    જમયલશા પીરની દરગાહ ક્યાં આવેલ છે - જૂનાગઢા
11.    ગઢ્ડા કયા સંપ્રદાયનું તીર્થધામ છે - શ્રી સ્વામિનારાયણ
12.    ખંભલાવ માતાનું મંદિર ક્યાં આવેલ છે - માંડલ
13.    બાર્ટન સંગ્રહાલય ક્યાં આવેલ છે - ભાવનગર
14.    'મુદ્વા સ્કૂલ ઑફ ક્લાસિક્લ ડાન્સિંગ' સંસ્થાની સ્થાપના કોણે કરી હતી - ભાસ્કર અને રાધા મેનન
15.    ધોળાવીરા ક્યા જિલ્લામાં આવેલ છે - કચ્છ
16.    ઉનડબાપુની જન્મભૂમિ કઇ - પાળિયાદ
17.    વડનગરનો કિલ્લો કોણે બંધાયો હતો - કુમારપાળે
18.    વેદમંદિરની સ્થાપના કોણે કરી હતી - સ્વામી યોગેશ્વરનંદજી
19.    રથયાત્રાનો પ્રારંભ કોણે કરાવ્યો હતો - મહંત નૃસિંહદાસજી
20.    રાણી રૂપમતી મસ્જિદ કોણે બંધાવે હતી - મહંમદ બેગડો
21.    ગુજરાતી સાહિત્ય અકાદમીનું સંચાલન કોણ કરે - ગુજરાત સરકાર
22.    એક્વાસિટી વૉટરપાર્ક ક્યાં આવેલ છે - કામરેજ
23.    "એ તો કેવો ગુજરાતી જે હો કોવળ ગુજરાતી" પંક્તિ કોની - ઉમાશંકર જોશી
24.    સોમનાથમાં કઇ ત્રણ નદીઓને સમૂહ થાય છે - સરસ્વતી, હિરણ અને કપિલા
25.    હોળી ક્યારે ઉજવાય - ફાગણ પૂનમ
26.    કઇ જાતિના લોકોની ઘોડાદોડ જોવાલાયાક હોય છે - મેર
27.    અમદાવાદની સ્કૂલ ઑફ આર્કિટેકચરના સ્થાપક કોણ - બાલકૃષ્ણ દોશી
28.    કચ્છનું બન્ની ગામ કયા કારણે જાણીતું છે - ભરતગૂંથણ
29.    કચ્છના ચલણી સિક્કાઓ કયા નામથી પ્રચલિત હતા - કોરી
30.    સૌરાષ્ટ્રની કઇ જાતિના લોકો મોતીકામ માટે જાણીતા છે  - કાઠી

31.    પઢારની વસતિ કયા વિસ્તારમાં વધુ જોવા મળે છે - નળકાંઠા
32.    ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ ક્યાં ઊજવાય છે - મોઢેરા
33.    માટેલમાં કયા માતાજીનું મંદિર આવેલ છે - ખોડિયાર માતા
34.    શૂરપાણેશ્વર મંદિર ક્યા જિલ્લામાં આવેલ છે - વડોદરા
35.    મોતી ભરત કયા લોકોનું જાણીતું - અમરેલી જિલ્લાના કાઠી લોકોનું
36.    ગોપાળદાસની હવેલી ક્યાં આવેલ છે - વસો (હવેલીની કાષ્ટકલા જોવ જેવી છે)
37.    સંત અમર દેવીદાસની જગ્યા ક્યાં આવેલ છે - પરબવાવડી
38.    સંગીતકાર બેલડી કલ્યાણજી આણંદજીનો જન્મ ક્યાં થયો હતો - માંડવી
39.    ગુજરાતમાં કયું યાત્રાધામ સુખડીના પ્રસાદ માટે જાણીતુ છે - મહુડી
40.    નિપા ઠક્કર ક્યા ક્ષેત્રે જાણીતા - કાથ્થક
41.    વડોદરમાં શ્રી અરવિંદ કેન્દ્રની સ્થાપના કોણે કરી હતી - અંબુભાઇ પુરાણી
42.    સરોજ ગુંદાણીનું નામ ક્યા ક્ષેત્રે જાણીતું - સુગમ સંગીત
43.    પુરૂષોત્તમ ઉપાધ્યાયનું નામ કયા ક્ષેત્રે જાણીતું - ફિલ્મ સંગીત
44.    ગુજરાતમાં કયા પ્રદેશની ભાષાની લિપી નથી - કચ્છ
45.    ભારતીય સંગીતમાં નોટેશન પધ્ધતિ લાવનાર પ્રથમ સંગીતકાર કોણ - પ્રો. મૌલાબક્ષ
46.    શાયલા શાના માટે જાણીતું છે - લાલજી મહારાજના સ્થાન માટે
47.    પટારા માટે કયું શહેર જાણીતું - ભાવનગર
48.    કયા મેળામાં નાગા બાવાઓના સંઘયાત્રા કરે છે - ભવનાથના મેળામાં  
49.    પન્નાલાલ પટેલની કઇ નવલકથાને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ - માનવીની ભવાઇ
50.    તણછાંઇ કાપડ સાથે ક્યું નામ જોડાયેલું છે - સુરત
51.    ક્ષેમુભાઇ દિવેટીયા અને રાસ બિહારીનું નામ કયા ક્ષેત્રે જાણીતું - સુગમ સંગીત
52.    કૌમુદી મુનશીનું નામ ક્યા ક્ષેત્રે જાણીતું - સુગમ સંગીત
53.    ઇસ્ટર સન્ડે કયા ધર્મના લોકો ઉજવે છે - ખ્રિસ્તી
54.    નંદીની શાહનુ નામ ક્યા ક્ષેત્રે જાણીતા - સિતાર
55.    શ્યામક્ષ ચાવડાનું નામ કયા ક્ષેત્રે જાણીતું - સંસ્કૃતના વેદપાઠી વિદ્ધાન
56.    ગુજરાતી આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે - ભાલણ
57.    બંસીલાલ વર્મા (ચકોર) નું નામ કયા ક્ષેત્રે જાણીતું - કાર્ટૂનિંગ
58.    સોમાલાલ શાહનું નામ કયા ક્ષેત્રે જાણીતું -ચિત્રકળા
59.    પ્રાગજી ડોસાનુ નામ કય ક્ષેત્રે જાણીતું - ગુજરાતી નાટ્ય (નાટ્યકલા)
60.    કચ્છના લોકોનું નવું વર્ષ ક્યારથી શરૂ થાય છે - અષાઢ સુદ બીજ
61.    દમયંતી બરડાઇનું નામ ક્યા ક્ષેત્રે જાણીતું - લોકસંગીત
62.    કુંભારિયાના જૈન દેરાસરો ક્યાં આવેલ છે - અંબાજી
63.    પ્રખ્યાત સંગીતકાર બૈજુબાવરાનું વતન કયું - ચાંપાનેર
64.    અમિત અંબાલાલનું કયા ક્ષેત્રે જાણીતું - ચિત્રકળા

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

Kavi ane tena upnam..