BAPU NI moj...

ગુજરાતી રમુજ :
બાપુ:- આ ટામેટા કેમ આપ્યા?
શાકવાળી:- 20 ના 500
બાપુ:- તો હાલો ગણવા માંડો.
😂😂😂😂😂😂😂😂😂

ગુજરાતી રમુજ :
એક વાર બાપુ બેંકમાં પૈસા જમા કરાવા ગયા,
ઓફિસર - નોટ ફાટેલી છે, બીજી આપો
બાપુ - હું મારા એકાઉંટમાં જમા કરાવું છું, ફાટેલી હોય કે નવી તારે શું?
😂😂😂😂😂😂😂😂😂

ગુજરાતી રમુજ :
બાપુ એક છોકરી હર્યે ‘ડેટ’ પર ગયા. ડિનર લીધા બાદ...
બાપુઃ મારે તને એક વાત કરવી છે, તુ નારાજ તો નહીં થાય ને?
છોકરી(શરમાઇને): ના નહીં થાઉં, કહો ને
બાપુઃ બિલ અડધું-અડધું કરી દઇએ?
😂😂😂😂😂😂😂😂😂

ગુજરાતી રમુજ :
બાપુ  એ બેંક લોંન પર કાર લીધી હપ્તા ના ભર્યા તો બેંક વાળા કાર પછી લઇ ગયા.
બાપુ :- પહેલા ખબર હોત તો લગન પણ લોન લઈને  કરત.
😂😂😂😂😂😂😂😂😂

ગુજરાતી રમુજ :
બાપુનો અકસ્માત થયો.
ડોક્ટર: “ટાકા લેવા પડશે.”
બાપુ: “કેટલા રૂપિયા થશે?”
ડોક્ટર: “૩૦૦૦”
બાપુ: “નવરીના ટાકા લેવાના છે, ભરતકામ નથી કરવાનું.”
😂😂😂😂😂😂😂😂😂

ગુજરાતી રમુજ :
બાપુ: "ડોકટર તમે મારો દારૂ છોડાવી શકો છો?"
ડોક્ટર: "ચોક્કસ, સો ટકા"
બાપુ: "તો પોલીસ ચોકી માં મારી ૪૦ બોટલો પડી છે, છોડાવી આપો"
😂😂😂😂😂😂😂😂😂

ગુજરાતી રમુજ :
પોલીસ: "અમે તમને ચારે બાજુથી ઘેરી લીધા છે"
બાપુ: "હે ??????"
થોડી વાર વિચાર્યું પછી.... "તો હાલો ગરબા ચાલુ કરો"
😂😂😂😂😂😂😂😂😂

ગુજરાતી રમુજ :
બાપુએ પહેલીવાર પોતાની ગર્લ ફ્રેન્ડના ખભે હાથ મુક્યો અને હળવેકથી બોલ્યા, “I LOVE YOU”
ગર્લફ્રેન્ડઃ “જોર સે બોલો”
બાપુ- “જય માતાજી"
😂😂😂😂😂😂😂😂😂

ગુજરાતી રમુજ :
બા: મેં આજે ટોકીઝ માં “પા” પિક્ચર જોયું .
બાપુ: ગઈ તી તો આખું જોઈ ને જ આવવું હતું ને..
😂😂😂😂😂😂😂😂😂

ગુજરાતી રમુજ :
બાપુ ની ડેલી પાસે ભીખારી જમવા બેઠો
બાપુ : શું કરે છે?
ભીખારી: ખાઉં  છું.
બાપુ: રોટલી કોરી કેમ ખાય છે? ઘી લગાડી દઉં ?
ભીખારી: ના  કાલે  શાક  ગરમ  કરવા  દીધું  તું  એ  હજુ  નથી  આવ્યું.
😂😂😂😂😂😂😂😂😂

ગુજરાતી રમુજ :
બાપુ- અરે વાહ તેતો લગ્ન પણ કરી લીધા ને , ભાભીનું નામ શું છે?
બીજા બાપુ- ‘ગુગલ બા’
બાપુ- કેમ લ્યા આવું નામ?
બીજા બાપુ- પ્રશ્ન એક કરો તો જવાબ દસ આપે છે.
😂😂😂😂😂😂😂😂😂

ગુજરાતી રમુજ :
બાપુ બીડી પિતા હતા..
મગન: બાપુ તમારી બીડી માંથી ધુમાડા કેમ નથી નીકળતા?
બાપુ: તે ના નીકળે આ તો CNG બીડી છે
#GujaratiPride
😂😂😂😂😂😂😂😂😂

ગુજરાતી રમુજ :
બાપુ હોટલ મેનેજરને ગુસ્સેથી:-  આવડી નાની ઓરડી? એમાં એક ટેબલ, એક પંખો છે ને ભાડું ૧૫૦૦ રૂપિયા ? અમને લુંટવા બેઠા છો?
હોટલ મેનેજર:- ખમ્મા બાપુ ખમ્મા” રૂમ જોવાનો હજી બાકી છે આતો લીફ્ટ છે”
😂😂😂😂😂😂😂😂😂

ગુજરાતી રમુજ :
દારૂના લીધે બરબાદ થયેલ બાપુએ કસમ ખાધી,
....ને ઘરમાંથી દારૂની ખાલી બોટલો ફેકવા લાગ્યા,
પેલી ફેકી ને બોલ્યા - તારા લીધે મારી નોકરી ગયી
બીજી ફેકી - તારા લીધે મારું ઘર ગ્યું,
ત્રીજી ફેકી - તારા લીધે મારું બૈરું ગ્યું,
ચોથી ભરેલી નીકળી,
તો કહે - તું સાઈડમાં આવી જા આમાં તારો કઈ વાંક નથી.
😂😂😂®@\/!😂😂😂

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

Kavi ane tena upnam..