Hu pan risayo ane tu pan ..
હું પણ રિસાયો અને તું પણ રિસાયેલી હોઇસ તો મનાવશે કોણ ?
આજે તિરાડ છે કાલે ખાઈ થશે તો એને ભરશે કોણ ?
હું પણ ચુપ ને તું પણ ચુપ, તો આ ખામોશી તોડશે કોણ ?
દરેક નાની નાની વાતો પર ખોટું લગાવશું તો આ સબંધ નિભાવશે કોણ ?
દૂર થઇને તું પણ દુખી અને હું પણ દુઃખી તો પહેલો હાથ આગળ વધારશે કોણ?
તું પણ રાજી નથી કે હું પણ નહિ તો એક બીજાને માફ કરીને આગળ વધારશે કોણ ?
એક અહંમ મારામાં અને એક અહંમ તારામાં તો આ અહંમ ને હારાવશે કોણ ?
કોણે જીવન મળ્યું છે સદા માટે , તો આ પળમાં એકલા રહેશે કોણ ?
કોઈક દિવસ બેમાં થી એક ની આંખો હંમેશા માંટે બંધ થઇ ગઈ તોપછી પસ્તાવો કરશે કોણ ?
આ બધાનો જવાબ છે માત્ર આપણે બે જ..
ચાલ જેટલી પણ પલ મળી છે જીવી લઇએ..
પછી આ જીંદગી નો સરવાળો કરશે કોણ ???
Good
जवाब देंहटाएं