General knowledge
http://kapiltank.blogspot.com
જનરલ નોલેજ પ્રશ્ન ક્વિઝ
●●●●●●●●●●●●●●●●●●●●●●●
1 ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે ‘સમર ફેસ્ટીવલ’ કયાં યોજે છે ? Ans: સાપુતારા
2 ગુજરાતના કયા શહેરમાં શાહઆલમ સાહેબનો પ્રસિદ્ધ ઉર્સ ભરાય છે? Ans: અમદાવાદ
3 ઉદવાડામાં આવેલી કઇ અગિયારી જોવાલાયક છે ? Ans: પવિત્ર ઈરાનશો ફાયર ટેમ્પલ
4 પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું? Ans: નાનજી કાલિદાસ મહેતા
5 સંયુકત રાષ્ટ્રસંઘના અંડર સેક્રેટરી તરીકે કયા ગુજરાતી પોતાની અમૂલ્ય સેવા આપીt ચૂકયા છે? Ans: ચિન્મય ઘારેખાન
6 ગુજરાતનો કયો જિલ્લો વિશ્વની સૌથી મોટી ફલેમિંગો વસાહત માટે જાણીતો છે? Ans: કચ્છ
7 મહેન્દ્ર મેઘાણી સંપાદિત કઇ ગુજરાતી ગ્રંથ શ્રેણી બેસ્ટસેલર બની હતી? Ans: અરધી સદીની વાચનયાત્રા-ભાગ ૧થી ૪
8 કચ્છના રણપ્રદેશનો પરિવેશ કોની વાર્તાઓમાં વિશેષ જોવા મળે છે? Ans: જયંત ખત્રી
9 ગુજરાતમાં મરાઠાઓની કાયમી સત્તા કયા શહેરમાં રહી હતી? Ans: વડોદરા
10 સાબરકાંઠા જિલ્લાની મુખ્ય નદી કઇ છે ? Ans: હાથમતી
11 ખરાદીકામના ઉદ્યોગ માટે ગુજરાતનું કયું નગર સુવિખ્યાત છે ? Ans: સંખેડા
12 ‘અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ’ કોનું જીવનચરિત્ર છે? Ans: મહાદેવભાઇ દેસાઇ
13 ‘જીવનમાં ભૂખ ભૂંડી છે ને તેથી ય ભૂંડી તો ભીખ છે’ - પન્નાલાલ પટેલની કઇ મહાન નવલકથાનો આ વિચાર છે? Ans: માનવીની ભવાઇ
14 ગુજરાતના કયા ક્રાંતિકારી ‘ગુજરાત સર્વોચ્ચ ન્યાયાલય’ ના ઊચ્ચ ન્યાયાધીશ હતાં? Ans: અબ્બાસ તૈયબજી
15 શિકાગો ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટીવલ - ૨૦૦૯-૨૦૧૦માં કઇ ગુજરાતી ફિલ્મને ઇનામ મળ્યું ? Ans: હારૂન - અરૂન
16 સુધારકયુગના સાહિત્યનું મુખ્ય લક્ષણ કયું છે? Ans: સંસાર સુધારો અને સામાજિક પરિવર્તન
17 ગુજરાતની પ્રથમ મહિલા અવકાશયાત્રીનું નામ જણાવો. Ans: સુનિતા વિલિયમ્સ
18 આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત પર સંશોધન કાર્ય કરનાર ગુજરાતી ગણિતજ્ઞ ડૉ. પી.સી. વૈદ્યનું સંશોધન કાર્ય કયા નામે પ્રચલિત છે? Ans: વૈદ્ય મેટ્રીકસ
19 ગરીબી દૂર કરવા માટે ‘અંત્યોદય યોજના’ દાખલ કરનાર કયા ગુજરાતી હતા? Ans: બાબુભાઇ જશભાઇ પટેલ
20 ગોંડલમાં કયો રાજવી મહેલ આવેલો છે? Ans: નૌલખા મહેલ
21 ‘જનમટીપ’ કોની પ્રસિદ્ધ કૃતિ છે? Ans: ઈશ્વર પેટલીકર
22 ગુજરાતમાં રથયાત્રાનો સૌથી મોટો ઉત્સવ કયાં ઉજવાય છે ? Ans: અમદાવાદ
23 ફરીદ મહમદ ગુલામનબી મન્સુરીનું ઉપનામ જણાવો. Ans: આદિલ
24 ગુજરાતી ભાષાનું પ્રથમ બાળપાક્ષિક કયું હતું? Ans: ગાંડીવ
25 ગુજરાતમાં સૌપ્રથમ એકસપ્રેસ હાઇવે નં.૧ કયા શહેર વચ્ચે ખુલ્લો મૂકવામાં આવ્યો? Ans: અમદાવાદ - વડોદરા
26 ગુજરાત વર્નાકયુલર સોસાયટી દ્વારા દોઢ સદીથી પ્રકાશિત થતા સામયિકનું નામ જણાવો. Ans: બુદ્ધિપ્રકાશ
27 ગુજરાતની કઇ ત્રણ નદીઓ અંતસ્થઃ ગણાય છે? Ans: સરસ્વતી, બનાસ અને રૂપેણ
28 પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાતી હતી? Ans: ઓખાહરણ
29 સવારથી લઇને રાત સુધી આકાશમાં ઊંચે ઉડીને ગાતા ભરત અથવા જલઅગન પક્ષી કયા અંગ્રેજી નામથી ઓળખાય છે? Ans: સ્કાય લાર્ક
30 રણજીતરામ વાવાભાઇ મહેતાને નામે કઇ સંસ્થા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે? Ans: ગુજરાત સાહિત્યસભા
31 મહાગુજરાત આંદોલન કોની આગેવાની હેઠળ થયું હતું? Ans: ઈન્દુલાલ યાજ્ઞિક
32 સ્ત્રીઓને સ્વાવલંબી બનાવવા માટે સ્થપાયેલી જયોતિસંઘ સંસ્થાના પ્રણેતા કોણ હતાં? Ans: ચારૂમતી યોદ્ધા
33 પૂજય મોટાએ લોકોને કયા મંત્રની સાધના કરવા કહ્યું? Ans: હરિ ૐ
34 મજૂર મહાજન સંઘની સ્થાપના કોણે કરી હતી? Ans: મહાત્મા ગાંધી
35 ગેસ આધારિત ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાત દેશભરમાં કેટલામું સ્થાન ધરાવે છે? Ans: પ્રથમ
36 લંડનમાં સૌપ્રથમ ગુજરાતી મહિલા મેયર કોણ હતાં? Ans: લતા પટેલ
37 હડપ્પીય સંસ્કૃતિનો ઉદય ગુજરાતમાં કયારે થયો હતો? Ans: ઇ.સ. પૂર્વે ૨૪૦૦
38 વિશ્વભરમાં વખણાતી કેસર કેરી ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ પાકે છે ? Ans: જૂનાગઢ
http://www.e-edugujarat.tk
39 ચોરવાડથી વેરાવળ સુધીની અખિલ હિન્દુ ઓપન-સી તરણસ્પર્ધા કોની સ્મૃતિમાં યોજાય છે? Ans: વીર સાવરકર
40 શ્રીરંગ અવધૂત મહારાજનું સ્મારક કયાં આવેલું છે? Ans: નારેશ્વર
41 ગુજરાતનું એકમાત્ર મરીન નેશનલ પાર્ક અભિયારણ્ય કયાં આવેલું છે? Ans: જામનગર
42 જૂનાગઢમાં ઉપરકોટમાં કઇ વાવ જોવાલાયક છે ? Ans: અડી કડીની વાવ
43 ઉકાઇ બંધ કયાં આવેલો છે ? Ans: સુરત
44 ‘સંદેશ રાસક’ કૃતિના રચયિતાનું નામ જણાવો. Ans: કવિ અબ્દુર રહેમાન
45 મધ્યકાલીન યુગમાં શામળનું વતન વેંગણપુર હાલમાં અમદાવાદનો કયો વિસ્તાર છે ? Ans: ગોમતીપુર
46 ફકત પોતે બનાવેલા માળાઓમાં જ આરામ ફરમાવી શકતું પક્ષી કયું છે? Ans: કાનકડિયા
47 મહમ્મદ બેગડાએ જામા મસ્જિદ કયાં બંધાવી હતી? Ans: પાવાગઢ અને ચાંપાનેર
48 સાપુતારા શબ્દનો શો અર્થ થાય છે? Ans: સાપોનું નિવાસસ્થાન
49 કવિ દયારામના જન્મસ્થળ ચાંણોદનું મૂળનામ શું હતું ? Ans: ચંડીપુર
50 એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજનું આખું નામ શું છે? Ans: લાલભાઇ દલપતભાઇ કોલેજ ઓફ એન્જિનિયરિંગ
51 ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ કયો સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે? Ans: રણજિતરામ સુવર્ણચંદ્રક
52 માળવા પરના વિજય પછી સિદ્ધરાજ જયસિંહને કયા નામથી ઓળખવામાં આવ્યો? Ans: અવંતિનાથ
53 સરદાર સરોવર યોજનાનો શિલાન્યાસ કયારે અને કોણે કર્યો હતો? Ans: ૧૯૬૧, પંડિત જવાહરલાલ નહેરુ
54 દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓને સામાજિક અને શિક્ષણ ક્ષેત્રે આગળ લાવવામાં કયા ગાંધીવાદી કાર્યકરનો બહુમૂલ્ય ફાળો છે? Ans: જુગતરામ દવે
55 ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના કયારે થઇ ? Ans: ઇ.સ. ૧૯૭૫
56 ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર કયાં છે ? Ans: અંકલેશ્વર
57 હિંદની પ્રજાને સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય કરવા માટે ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ કયું ગુજરાતી અખબાર શરૂ કર્યું? Ans: નવજીવન
58 પુરાણોમાં કઈ નદીને ‘રુદ્રકન્યા’ કહી છે ? Ans: નર્મદા
59 સરદાર આવાસ યોજના કયારથી અમલમાં છે? Ans: ૧૯૭૨થી
60 ભારતમાં સૌપ્રથમ સ્ટીમર ખરીદનાર ગુજરાતી કોણ હતું? Ans: નરોત્તમ મોરારજી
61 ગુજરાતમાં વસેલી હબસી પ્રજા કયા નામે ઓળખાય છે ? Ans: સીદી
62 ગુજરાતનું વિશ્વવિખ્યાત પરંપરાગત નૃત્ય કયું છે? Ans: ગરબા
63 ભકત કવિ નરસિંહ મહેતાએ ‘સુદામાચરિત્ર’ના પદો કયા સંસ્કૃત ગ્રંથને આધારે રચ્યાં છે? Ans: શ્રીમદ્ ભાગવત
64 વર્ધામાં ગાંધીજીએ કયો આશ્રમ સ્થાપ્યો હતો? Ans: સેવાગ્રામ આશ્રમ
65 હિંદુ-મુસ્લિમ એકતાનાં પ્રતીક સમી બાબા લુલુઈની મસ્જિદ અમદાવાદમાં કયાં આવેલી છે ? Ans: જમાલપુર
66 શ્રીરંગ અવધૂત મહારાજનો સુપ્રસિદ્ધ ગ્રંથ કયો છે? Ans: શ્રી ગુરુલીલામૃત
67 કાંકરિયા તળાવના મધ્યે આવેલી નગીનાવાડી બનાવવાનું પ્રયોજન શું હતું? Ans: સુલતાનોનું ગ્રીષ્મકાલિન નિવાસસ્થાન
68 સૌ પ્રથમ વખત ઇંગ્લિશ ચેનલ કયા ગુજરાતી તરવૈયાએ પાર કરી હતી? Ans: સુફિયાન શેખ
69 અમદાવાદમાં આવેલી ‘AGETA’ કલબનું પૂરૂં નામ શું છે ? Ans: અમદાવાદ ગવર્નમેન્ટ એમ્પ્લોયડ ટેનિસ એસોસિએશન
70 કવિ ‘કાન્ત’ નું મૂળ નામ શું છે? Ans: મણિશંકર રત્નજી ભટ્ટ
71 ગુજરાતી સાહિત્યમાં કોની પદ રચનાઓ ‘કાફી’ તરીકે પ્રસિદ્ધ થઇ છે ? Ans: કવિ ધીરો
72 ગાંધીજીનો જન્મ કયાં અને કયારે થયો હતો? Ans: ૨ ઓકટોબર ૧૮૬૯, પોરબંદર
73 વ્યાવસાયિક ધોરણે મોતીનું ઉત્પાદન કરવા માટે કયા સ્થળે છીપ ઊછેર કેન્દ્ર કાર્યરત છે? Ans: સિક્કા
74 કચ્છનું નાનું રણ આગળ વધતું અટકે તે માટે કયા બંધની રચના કરવામાં આવી છે ? Ans: સુરજબારી
75 શિક્ષણ ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? Ans: શ્રી મગનભાઇ દેસાઇ પુરસ્કાર http://www.e-edugujarat.tk
76 સાબરમતી નદી કયાંથી નીકળે છે ? Ans: રાજસ્થાનના ઢેબર સરોવરમાંથી
77 ગુજરાતમાં બ્રહ્માજીનું પુરાણ પ્રસિદ્ધ મંદિર કયાં આવેલું છે ? Ans: ખેડબ્રહ્મા
78 ગુજરાતી લોકસાહિત્યના વિસ્તાર માટે કઈ કોમનો સિંહફાળો છે ? Ans: ભાટચારણ
79 ગુજરાતમાં કયા સ્થળેથી વાસ્તુકલાના નિયમો પ્રમાણે લાકડાનું કોતરકામ મળી આવ્યું છે ? Ans: સોમનાથ
80 ભાવનગર જિલ્લાના કયા સ્થળેથી પ્રાગ ઈતિહાસ સમયના હાથી અને એકશૃંગી જેવા પ્રાણીઓનાં અશ્મીઓ મળી આવ્યાં છે ? Ans: પીરમ બેટ
81 ‘જયભિખ્ખુ પુરસ્કાર’ ગુજરાત સરકાર તરફથી શેના માટે એનાયત કરવામાં આવે છે? Ans: માનવકલ્યાણના ક્ષેત્રે ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ
82 ગાંધીજીએ ગુજરાતની કઇ લડતને ‘ધર્મયુદ્ધ’ નામ આપ્યું? Ans: અમદાવાદ મિલ સત્યાગ્રહ
83 ગુજરાતમાં ચિત્રવિચિત્ર મેળો કયાં ભરાય છે ? Ans: ગુણભાખરી
84 નળસરોવર પર આવેલા સૌથી મોટા ટાપુનું નામ શું છે ? Ans: પાનવડ
85 ગુજરાતનું સૌપ્રથમ બાળસંગ્રહાલય કયા જિલ્લામાં આવેલું છે ? Ans: અમરેલી
86 પ્રેમલક્ષણા ભકિતનું ઊંચું શિખર કયા કવિએ સર કર્યું છે? Ans: નરસિંહ મહેતા
87 ગુજરાતના કયા કવિને રાષ્ટ્રીય શાયરનું બિરૂદ મળ્યું છે ? Ans: ઝવેરચંદ મેઘાણી
88 ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે? Ans: પરબ
89 રૂપાયતન હસ્તકલા ઊદ્યોગ કયાં વિકસેલો છે? Ans: જૂનાગઢ
90 નાણામંત્રી તરીકે કેન્દ્ર સરકારમાં સૌથી વધુ (૮ વખત) બજેટ રજૂ કરનાર ગુજરાતી નેતા કોણ હતા? Ans: મોરારજી દેસાઇ
91 ‘શાળાપત્ર’ સામયિકના તંત્રી કોણ હતા? Ans: નવલરામ
92 ગુજરાતનો કયો જિલ્લો સાક્ષરતામાં મોખરે છે ? Ans: અમદાવાદ http://www.e-edugujarat.tk
93 ગુજરાતની વડી અદાલતના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ કોણ હતા? Ans: સુંદરલાલ ત્રિકમલાલ દેસાઇ
94 ગુજરાત રાજયનો વિસ્તાર કેટલો છે? Ans: ૧,૯૬,૦૨૪ ચો.કિ.મી.
95 ગુજરાતમાં કયા સ્થળે સાત નદીઓનો સંગમ થાય છે ? Ans: વૌઠા
96 બી.એમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થની સ્થાપના કોણે કરી હતી? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ
97 ગુજરાતના પક્ષીઓ વિશેની વિસ્તૃત જાણકારી આપતું પુસ્તક ‘પક્ષીજગત’ કોણે લખ્યું છે? Ans: પ્રદ્યુમન કંચનરાય દેસાઇ
98 ‘મંગલ મંદિર ખોલો...’ - ગીતકાવ્ય કોણે લખ્યું છે ? Ans: નરસિંહરાવ દિવેટિયા
99 ગુજરાતનું સૌપ્રથમ બાળસંગ્રહાલય કયું છે? Ans: ગિરધરભાઈ બાળસંગ્રહાલય-અમરેલી
100 લંડનમાં ‘ઈન્ડિયન સોશિયોલોજીસ્ટ’ અખબાર કોણે શરૂ કર્યું હતું? Ans: શ્યામજીકૃષ્ણ વર્મા
101 પાલીતાણામાં જૈન દેરાસર ઉપરાંત કયા મુસ્લિમ પીરની દરગાહ આવેલ છે? Ans: અંગરશા પીર
102 ગુજરાતમાં કયો પ્રદેશ લીલી નાઘેર નામે જાણીતો છે ? Ans: ચોરવાડ-વેરાવળ
103 ગુજરાત રાજયના ઉદઘાટક કોણ હતા? Ans: રવિશંકર મહારાજ http://www.e-edugujarat.tk
104 ગુજરાતના ગૌરવસમા જમશેદજી તાતા અને દાદાભાઇ નવરોજીનું જન્મસ્થળ કયું છે? Ans: નવસારી
105 ઇન્દ્રોડા પાર્ક (પ્રાણી સંગ્રહાલય) કયાં આવેલું છે ? Ans: ગાંધીનગર
106 આઝાદીની લડાઇમાં અમદાવાદના વસંત સાથે કોણ શહીદ થયા હતા? Ans: રજબ અલી
107 ભારતભરની એકમાત્ર આયુર્વેદ યુનિવર્સિટી કયા શહેરમાં આવેલી છે ? Ans: જામનગર
108 ગુજરાતમાં રેલવેનો કયો ઝોન લાગુ પડે છે ? Ans: વેસ્ટર્ન ઝોન
109 ગુજરાતનું કયું શહેર માંચેસ્ટર તરીકે પ્રખ્યાત હતું? Ans: અમદાવાદ
110 ભારતમાં બે જુદી - જુદી નદીના નીર એકત્રિત કરવાનું કાર્ય સૌ પ્રથમ કયા રાજયે કર્યું ? Ans: ગુજરાત
111 સૌપ્રથમ ગુજરાતી પંચાંગ કયારે પ્રકાશિત થયું? Ans: સંવત ૧૮૭૧
112 ગુજરાતનો કયો જિલ્લો વિશ્વની સૌથી મોટી ફલેમિંગો વસાહત માટે જાણીતો છે? Ans: કચ્છ
113 ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલિકાનું નામ શું હતું ? Ans: ગોવાલણી http://www.e-edugujarat.tk
114 ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત કયા પશુની છે ? Ans: ભેંસ
http://www.e-edugujarat.tk
115 ગુજરાતની કઇ વાહનવ્યવહાર સેવાને વર્લ્ડબેંકે વખાણી છે? Ans: બી.આર.ટી.એસ
116 વિસ્તારની દૃષ્ટિએ ભારતના રાજયોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે ? Ans: સાતમું
117 ગુજરાતનું કયું સ્થળ ૧૦૦૦થી વધુ મંદિરોનો સમૂહ ધરાવે છે? Ans: પાલિતાણા
118 ગાંધીજીનાં માતા પિતાના નામ જણાવો. Ans: માતા પૂતળીબાઈ અને પિતા કરમચંદ ગાંધી
119 પાવાગઢ પર્વત પર આવેલું કયું તળાવ લાવારસ ફાટવાના કારણે રચાયું હતું? Ans: દૂધિયું તળાવ
120 ફ્રેંચ લોકોએ ગુજરાતમાં કઇ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું? Ans: ઇ.સ. ૧૬૬૮
121 ગુજરાતમાં હાફૂસ કેરીનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? Ans: વલસાડ
122 ‘જિગરનો યાર જુદો તો બધો સંસાર જુદો છે’ - આ ગઝલ કોની છે? Ans: બાલાશંકર કંથારિયા
टिप्पणियाँ
एक टिप्पणी भेजें