Kale wednesday thanara khagras grahan vise janva jevu.

🌊🌀બુધવારના સૂર્ય ગ્રહણનો લ્હાવો લઈ લેજો, પછી ત્રણ વર્ષ રાહ જોવી પડશે🌞

🌊🌀બુધવારની સવારે દેશના ઉત્તર-પૂર્વના ભાગમાં ખંડગ્રાસ સૂર્ય ગ્રહણ દેખાશે.

🌞જ્યારે સુમાત્રા, બોર્નિયો અને સુલાવેસી સહિતના ઈન્ડોનેશિયાના કેટલાક ભાગોમાં ખગ્રાસ સૂર્યગ્રહણ જોવાનો લ્હાવો મળશે.

🌞ઉત્તર અને પૂર્વ ઓસ્ટ્રેલિયા, દક્ષિણ એશિયા અને પૂર્વ એશિયામાં ખંડગ્રાસ સૂર્ય ગ્રહણની સ્થિતિ સર્જાશે.

🌞ખગ્રાસ સૂર્ય ગ્રહણનો સવારે 4.49 કલાકે આરંભ થશે અને 6.30 કલાકે સંપૂર્ણ કળા જોઈ શકાશે. સવારે 10.05 વાગે સૂર્ય ગ્રહણનો અંત આવશે.

🌞સવારે મહત્તમ સૂર્ય ગ્રહણ જોવાનો લ્હાવો 7.27 વાગ્યાથી ચાર મિનિટ અને 14 સેકન્ડ સુધી જોવા મળશે.

🌞જોકે પ્રશાંત મહાસાગરમાંથી જ તે જોઈ શકાશે.

🌞હૈદરાબાદની પ્લેનેટરી સોસાયટી ઓફ ઈન્ડિયાના એન. રઘુનંદનના જણાવ્યા અનુસાર વર્ષ 2016માં

🌞આ પ્રથમ સૂર્ય ગ્રહણ હશે અને 26 ડિસેમ્બર 2019 સુધીમાં ભારતમાં દેખા દેનાર એકમાત્ર સૂર્યગ્રહણ હશે.

🌞છેલ્લીવાર 4 જાન્યુઆરી 2011એ ભારતમાં સૂર્ય ગ્રહણ દેખાયું હતું.

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

Kavi ane tena upnam..