Olympic quize...

૧) આધુનિક ઑલિમ્પ્કિના ઇતિહાસમાં એક જ દાખલો છે કે શહેરનું નામ ઑલિમ્પ્કિના ખેલાડીના નામ પરથી રાખવામાં આવ્યું હોય. આ ખેલાડી કોણ ?
(A)જીમ થોર્પે (B)જેસી ઓવેન્સ (C)કાર્લ લુઈસ (D)એમિલ ઝેટોપેક

૨) ૫,૦૦૦ મીટર, ૧૦,૦૦૦ મીટર અને મેરેથોનની સ્પર્ધામાં એક જ ઑલિમ્પ્કિમાં ત્રણે સુવર્ણચંદ્રક જીતવાની અપૂર્વ સિદ્ધિ મેળવનાર પુરુષ ખેલાડી કોણ હતો ?
(A)પાવોનૂર્મી (B)લાસે વીરેન (C)જયોર્જ પેટ્ટન (D)એમિલ ઝેટોપેક

૩) ઑલિમ્પ્કિ મેરેથોન દોડનો કયો વિજેતા ખેલાડી ઈથોપિયાના રાજમહેલમાં અંગરક્ષક હતો ?
(A)ગોઝોલ અબેરા (B)એમ. વોલ્ડે (C)એમિલ ઝેટોવેક (D)અબેબે બિકિલા

૪) જિમ્નાસ્ટિક્સની સ્પર્ધામાં ૧૦માંથી ૧૦ પોઇન્ટ ઑલિમ્પ્કિમાં સ્કોર કરનાર પ્રથમ મહિલા જિમ્નાસ્ટ કોણ હતી ?
(A)મેરી લો રેટ્રોન (B)લાટિસા પેટ્રિક (C)નાદિયા કોમેન્સી (D)હેમરિકતા ઓનોડી

૫) ૨૦૧૬ રિયો ઑલિમ્પ્કિમાં જિમ્નાસ્ટિકમાં પ્રથમ વાર ભાગ લેનાર દિપા કરમાકર કયા રાજ્યની વતની છે ?
(A)ત્રિપુરા (B)મધ્યપ્રદેશ (C)આસામ (D)હરિયાણા

૬) પ્રાચીન ઑલિમ્પ્કિમાં વિજેતાઓને ઈનામ પેટે શું આપવામાં આવતું હતું ?
(A)ચંદ્રકો (B)ટ્રોફીઓ (C)પ્રમાણપત્રો (D)પવિત્ર ઓલેવ વૃક્ષની ડાળીઓનો તાજ

૭) અત્યાર સુધીમાં એવો કયો એકમાત્ર યજમાન દેશ છે કે જેઓએ ઑલિમ્પ્કિ રમતોત્સવ તો યોજયો પરંતુ એક પણ સુવર્ણચંદ્રક મેળવી શક્યો નહિ ?
(A)ઇંગ્લૅન્ડ, લંડન ઑલિમ્પ્કિ (૧૯૪૮) (B)ઈટાલી, રોમ ઑલિમ્પ્કિ (૧૯૬૦)
(C)જાપાન, ટોકયો ઑલિમ્પ્કિ (૧૯૬૪) (D)કેનેડા, મોન્ટ્રિયલ ઑલિમ્પ્કિ (૧૯૭૬)

૮) પ્રથમ આધુનિક ઑલિમ્પ્કિ રમતોત્સવ કોણે ખુલ્લો મૂક્યો હતો ?
(A)બેરન ડી. કુબટિને (B) ડૉ. રોજર બેનિસ્ટરે (C)ગ્રીસના રાજા જ્યોર્જ પ્રથમે (D) ડૉ. જેમ્સ નેસ્મિથે

૯) ઑલિમ્પ્કિ મોટો (સ્ર્ર્ાા) - સાઇટિયસ (ભૈૌેજ), આલ્ટિયસ (છનૌેજ) અને ફોરટિયસ (ર્ખિૌેજ) આપનાર કોણ હતો ? આનો અર્થ શું ?
(A)ડૉ. જિગારો કાનો, શાંતિ, પ્રભુતા અને પ્રગતિ. (B)ફાધર ડિડોન, વધુ ઝડપે, વધુ ઊંચે અને વધુ તાકાતથી.
(C)ડૉ. જેમ્સ નેસ્મિથ, વધુ ઝડપે, પ્રભુતા અને શાંતિ. (D)ડૉ. રોજર બેનિસ્ટર, તંદુરસ્ત, ધનવાન અને સમૃદ્ધ

૧૦) અત્યાર સુધી ભારત ઑલિમ્પ્કિસમાં હૉકી ઉપરાંત અન્ય કઈ રમતમાં ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ તથા બ્રોન્ઝ મેડલ ધરાવે છે ?
(A)શૂટિંગ (B)ટેનિસ (C)કુસ્તી (D)બોકસિંગ

૧૧) અત્યાર સુધીમાં સતત બે ઑલિમ્પ્કિસમાં ચંદ્રક મેળવનાર એકમાત્ર ભારતીય ખેલાડી કોણ ?
(A)અભિનવ બિન્દ્રા (B)સુશીલકુમાર (C)ગગન નારંગ (D)લિએન્ડર પેસ

૧૨) ઑલિમ્પ્કિ યોજવા માટે ઑલિમ્પ્કિ ધ્વજ કોને આપવામાં આવે ?
(A)યજમાન દેશના રાષ્ટ્રપતિને (B)યજમાન દેશના વડાપ્રધાનને
(C)યજમાન દેશના રમતપ્રધાનને (D)યજમાન શહેરના મેયરને

૧૩) ૨૦૧૨ લંડન ઑલિમ્પ્કિસમાં પદકતાલિકામાં ભારતનું કયું સ્થાન હતું ?
(A)૫૩મું (B)૫૪મું (C)૫૫મું (D)૫૯મું
આ વખતે જવાબો આપને શોધવાના છે મિત્રો !!! જવાબો શોધીને અમને કોમેંટ બોક્ષમાં સેંડ કરો.
Source By Gujarat samachar

Answer.
1-A
2-D
3-D
4-C
5-A
6-D
7-D
8-C
9-B
10-A
11-B
12-D
13-C

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

Kavi ane tena upnam..