Khalta val(hair) atjavana upayo..

ખરી રીતે વાળની સમસ્યા પાછળ ઘણા કારણ છે, એટલે જ્યાં સુધી બધા કારણો જાણી ન લઈએ ત્યાં સુધી સમસ્યાઓનો ઉકેલ આવતો નથી. એટલે અમે અહી કેટલાક અનુભવી અને અસરકારક નુસખા બતાવ્યા છે જેથી તમને ટાલની સમસ્યાઓમાંથી છુટકારો મળશે.
– મીઠાના વધારે પડતા સેવનથી ટાલિયાપણું આવે છે. એક- એક ચમચી બારીક વાટેલુ મીઠુ, કાળી મરી, પાંચ ચમચી નાળિયેરનું તેલ મેળવીને ટાલ પડેલી જગ્યા પર લગાડવાથી વાળ આવે છે.
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
– વાળ જ્યાથી ખરી ગયા હોય તે જગ્યાએ ડુંગળીનો રસ રગડવાથી પણ વાળ આવવા લાગે છે.
-સફેદ ખારો 20 ગ્રામ લઈ છ ગ્રામ કાગજી લીંબુના રસને ખરલમાં પીસી લો. આ મિશ્રણને ટાલના ભાગે લગાવી દો. બે કલાક પછી સાબુથી ધોઈ નારિયળનું તેલ લગાવી દો. આ સસ્તો અને સરળ નુસખો ક્યારેય ફેલ નથી થતો.
શરીરની અંદર જમા થયેલો કચરો કાઢી રહો નિરોગી, આ છે સફાઈની રીત…!!!
-વાળ ખરવાની કે ટાલની સમસ્યાથી પીડાતા હોય તો લસણનો વધારે પ્રયોગ કરો.
-અડદની દાળને ઉકાળીને પીસી લો. તેનો સુતા સમયે ટાલની જગ્યાએ લેપ કરો.
– લીલી કોથમીરનો લેપ કરવાથી પણ વાળ આવવા લાગે છે.
જાણો…આખરે યોગ શું છે? તેના 15 ચમત્કારી લાભ અને ધ્યાનમાં રાખો 10 સાવધાનીઓ…!!
-દાડમનાં પાનને પાણીમાં વાટીને તેનો માથા પર લેપ કરવાથી ટાલિયાપણું દુર થાય છે.
-ડુંગળીના રસમાં મધ મિક્ષ કરીને લગાવવું. તે માટે પા કપ ડુંગળીના રસમાં એક ચમચી મધ મિક્ષ કરવું અને આ મિશ્રણને વાળના મૂળમાં લગાવવું. વાળ ખરવાની સમસ્યા દૂર થઈ જશે. સાથે જ ટાલ પર પણ વાળ ઉગશે.
-સમયથી પહેલાં વાળ કરવાને કારણે નાની ઉંમરમાં ટાલ પડવા લાગે છે અને એક અન્ય અનુવંશિક સમસ્યાને એંડ્રોજેનિક એલોપેસિયા કહેવાય છે. સ્ત્રી અને પુરુષોના વાળ ખરાવા પાછળ આ એક સામાન્ય કારણ છે. પરંતુ ટાલ પડવાની શરૂઆત થવાનો સમય અને પેટર્ન બન્ને માટે અલગ અલગ હોય છે. આ સમસ્યાની શરૂઆત પુરૂષોમાં યુવાનીના સમયથી જ શરૂ થઈ જતી હોય છે જ્યારે સ્ત્રીઓમાં આ સમસ્યા 30 વર્ષની થાય તે બાદ ઉદભવે છે.
– આમળા- આમળાના ચૂર્ણને દહીં સાથે મિક્ષ કરી માથા પર હળવા હાથે માલિશ કરવી. 5 મિનિટ બાદ નવશેકા પાણીથી વાળ ધોઈ નાખવા. અમુક દિવસો સુધી આ ઉપાય કરવાથી ટાલ પર વાળ ઉગવા લાગશે અને વાળને લગતી સમસ્યોથી પણ છુટકારો મળશે.
ALL IN ONE: રોજ યોગ કરવાથી મળતાં આ 10 જબરદસ્ત ફાયદા ચોક્કસ જાણો
-અંતરવેલ- અંતરવેલના છોડનું રસ કાઢી તેને દરરોજ સવારે ટાલ પડી હોય તે ભાગે લગાવવું. એક મહિના સુધી આવું કરવાથી ડેંડ્રફ અને વાળ ખરવાની સમસ્યામાંથી રાહત મળશે. કેરીના ઝાડ પર ચઢેલી અંતરવેલને પાણીમાં ઉકાળી તેનાથી માથુ ધોવાથી ટાલની સમસ્યા દૂર થઈ જાય છે.
-દાડમનાં પાનને પાણીમાં વાટીને તેનો માથા પર લેપ કરવાથી ટાલિયાપણું દુર થાય છે.
-ડુંગળીના રસમાં મધ મિક્ષ કરીને લગાવવું. તે માટે પા કપ ડુંગળીના રસમાં એક ચમચી મધ મિક્ષ કરવું અને આ મિશ્રણને વાળના મૂળમાં લગાવવું. વાળ ખરવાની સમસ્યા દૂર થઈ જશે. સાથે જ ટાલ પર પણ વાળ ઉગશે.
– જટામાસી- જટામાસીના મૂળીયાને નાગરિળના તેલમાં ઉકાળી લઈ ઠંડુ થયા બાદ દરરોજ રાતે સૂતા પહેલાં આ તેલથી માલિશ કરવી. જેથી નાની ઉંમરમાં વાળ સફેદ થવા અને ટાળ પડવી જેવી સમસ્યાઓમાંથી છુટકારો મળશે.
સનબર્નથી એકદમ કાળી પડેલી ત્વચા માટે, કરો 14 ચમત્કારી ઘરેલૂ ઉપાય
કેમ આવે છે પરસેવામાં ગંદી વાસ? આ ઝિંક ડાયટથી મેળવો કાયમી છુટકારો
-પરિજાતક- આદીવાસી હર્બલ જાણકારી મુજબ પરિજાતકની પાંદડીઓ અને બીયાનું ચૂર્ણ તેલમાં મિક્ષ કરી દરરોજ વાળના મૂળીયામાં માલિશ કરવાથી નવા વાળ બહુ જલ્દી ઉગવા લાગે છે અને વાળ કરવાની સમસ્યા પણ દૂર થઈ જાય છે.
-કરેણ- કરેણની પાંદડીઓનો રસ દૂધમાં મિક્ષ કરી વાળમાં લગાવવાથી ટાલની સમસ્યા દૂર થઈ જાય છે અને કસમયે વાળ સફેદ પણ નથી થતા.
– હજારીગોટો- હજારીના ફુલના રસને નારિયેળના તેલ સાથે મિક્ષ કરી હળવા હાથે માથામાં માલિશ કરી માથું ધોઈ લેવું. આવું કરવાથી માથામાં થતી ફોડલી, એલર્જીથી છુટકારો મળશે.
-બહેડા- બહેડાના બીયાનું ચૂર્ણ બનાવી તેને નારિયેળ અને જેતૂનના તેલમાં મિક્ષ કરી નવશેકું ગરમ કરી લો. આ તેલને વાળમાં લગાવવાથી વાળ ચમકીલા અને સીલ્કી બને છે સાથે જ વાળના મૂળિયા પણ મજબૂત થાય છે અને ટાલ પડતી નથી.
– જાસૂદનું ફુલ- જાસૂદના ફુલોનું રસ કાઢી નહાવાના 10 મિનિટ પહેલાં માથામાં લગાવવાથી વાળ કાળા અને મજબૂત બને છે અને આ એક કંડીશ્નર તરીકે પણ કામ કરે છે.
-તલ- તલનું તેલ વાળમાં માલિશ કરવા માટે ઉત્તમ માનવામાં આવે છે. આદિવાસી હર્બલ જાણકારી મુજબ તલના તેલમાં થોડી માત્રામાં ગાયનું ઘી અને અંતરવેલનું ચૂર્ણ મિક્ષ કરી રાતે સૂતા પહેલા માથામાં લગાવવાથી વાળ સ્વસ્થ, ચમકીલા, કાળા અને ભરાવદાર બને છે.
-શિકાકાઈ- શિકાકાઈના બીયાને મસડીને એક વાટકામાં પાણી લઈ આખી રાત પલાળી રાખવા અને સવારે આ પાણીથી વાળ ધોવા. આ એક કુદરતી શેમ્પૂ છે. આનો ઉપયોગ કરવાથી વાળ ચમકીલા અને હેલ્ધી બને છે અને બે મોઢાવાળા વાળની સમસ્યા પણ દૂર થાય છે.
-સરગવો- સરગવાની પાંદડીનો રસ દરરોજ માથામાં નહાવા જતાં પહેલા લગાવવાથી વાળમાં ખોડો થતો નથી. એક સપ્તાહ સુધી દરરોજ આવું કરવું. સરગવાને ઉકાળીને તેનો માવો (પલ્પ) તૈયાર કરવો અને તેને શેમ્પૂની જેમ વાળમાં લગાવવાથી વાળની સમસ્યાઓનો અંત આવશે.
-લીમડો- પાતાલકોટના આદિવાસીઓ મુજબ લામડાના બીયાનું તેલ કાઢી એક મહિના સુધી તેને વાળમાં લગાવવાથી વાળ ખરતા બંદ થઈ જાય છે અને ટાલ પડવાની સમસ્યા ઉદભવતી નથી. જો ડેંડ્રફની સમસ્યા સતાવતી હોય તો 100 ગ્રામ નારિયેળના તેલમાં 20 ગ્રામ લીમડાના બીયાનું ચૂરણ નાખી સપ્તાહમાં બે વાર આ તેલથી માલિશ કરવાથી ખોડાની તકલીફ જડમૂળમાંથી મટી જાય છે.

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

Kavi ane tena upnam..