Pappu na javab
સંસ્કૃતના ક્લાસમાં પપ્પૂની શ્લોકની પરીક્ષા હતી..😟
સંસ્કૃતના ક્લાસના ગુરુજીએ પૂછ્યું- પપ્પૂ આ શ્લોકનો અર્થ સમજાવ...👇🏼
~'કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન'.
પપ્પૂ = રાધિકા કદાચ રસ્તામાં ફળ વેચવાનું કામ કરી રહી છે!!!!😳😳😳
ગુરુજી = મૂર્ખા.... તેનો અર્થ આ નથી, ચલ છોડ આનો અર્થ કે...
~'બહુનિ મે વ્યતીતાની, જન્માનિ તવ ચાર્જુન'
પપ્પૂ = વહૂને ધણા બાળકો છે અને બધા 4 જૂને જન્મ પામ્યા છે....😓😓😓😓
ગુરુજી = ગધેડા! સંસ્કૃત ભણાવું છું ત્યારે તારું ધ્યાન ક્યાં હોય છે??? હવે આનો મતલબ કહે...
~'દક્ષિણે લક્ષ્મણોયસ્ય વામે તૂ જનકાત્મજા'
પપ્પૂ = દક્ષિણમાં ઉભેલા લક્ષ્મણે જનકને કહ્યું તું તો ખુબ મઝામાં છે!!!..😫😫😫
ગુરુજી = સાચું કહે તને એક પણ શ્લોકનો અર્થ નથી ખબર ને?????
પપ્પૂ= ખબર છે ને!!!
ગુરુજી = છેલ્લી વાર પૂછું છું. હવે આ અર્થનો સાચો જવાબ આપજે...
~'હે પાર્થ ત્વયા ચાપી મમ ચાપી.......! ' બોલ આનો અર્થ બોલ.
પપ્પૂ = મહાભારતના યુદ્ધમાં શ્રીકૃષ્ણ અર્જૂનને કહી રહ્યા છે........
ગુરુજી ઉત્સાહિત થઇ એકદમ બરાબર બોલ્યો બહુ સરસ, બહુ સરસ આગળ બોલ.
પપ્પૂ = ભગવાન બોલ્યા....અર્જૂન તું પણ ચા પી લે. મેં પણ ચા પી લીધી છે, પછી યુદ્ધ કરશું!!!!😂😂😂
ગુરુજી બેહાશ.............😌
टिप्पणियाँ
एक टिप्पणी भेजें