RAILWAY BUDGET..

રેલ બજેટ:-

● મહિલાઓ માટે રિઝર્વેશન કેટેગરીમાં 33% અનામત.

● મહિલાઓ માટે 24 કલાક હેલ્પલાઈન નંબર 182.

● રેલવેના ભાડાઓમાં કોઈ વધારાની જાહેરાત નહી, નૂરભાડામાં પણ વધારો નહીં.

● દ્વારકા સ્ટેશન પર સુવિધાઓ વધારાશે.

● કોલકતા મેટ્રોનો 100 કિલોમીટર સુધીનો વિસ્તાર 2018 સુધીમાં કરાશે.

● 2500 નવા વોટર વેન્ડિંગ મશીન મુકાશે.

● બાળકો માટે બેબીફુડ, ગરમ દૂધ અને ગરમ પાણી જેવી સુવિધા મળશે.

● કુલીઓને "સહાયક" ના નામે ઓળખવામાં આવશે.

● રેલવેને પેપરલેસ બનાવાશે.

● દરેક ડબ્બામાં ડિજિટલ ડિસ્પલે રખાશે.

● અમદાવાદ-મુંબઈ વચ્ચે હાઈ સ્પિડ બુલેટ ટ્રેનનું કામ શરૂ, જાપાનની મદદથી હાથ ધરાશે .

● મુંબઈમાં પ્લેટફોર્મ ઊંચા કરાશે.

● મુંબઈ મેટ્રોને રેલવે સાથે જોડવામાં આવશે.

● દિલ્હીમાં રિંગ રોડની જેમ રિંગ રેલની વ્યવસ્થા, દિલ્હી રિંગ રેલમાં 21 સ્ટેશન હશે.

● દિવ્યાંગ ફ્રેન્ડલી ટોઈલેટ - દિવ્યાંગો માટે વન ટાઈમ રજિસ્ટ્રેશનની સુવિધા.

● અમદાવાદમાં સબ અર્બન ટ્રેન શરૂ કરવાનો પ્રસ્તાવ.

● મનોરંજન માટે એફએમ સુવિધા પર વિચાર.

● દરેક ટ્રેનમાં દિન દયાલ કોચ દાખલ કરાશે.

● તેજસ એક્સપ્રેસમાં મનોરંજન માટે વાઈફાઈ રખાશે.

● કલાકના હિસાબે રિટાયરિંગ રૂમનું બુકિંગ થશે.

● ટ્રેનમાં સફર દરમિયાન વીમાની સુવિધા અપાશે.

● તીર્થસ્થાનો માટે આસ્થા સર્કિટ ટ્રેનો ચલાવાશે.

● વડોદરાની રેલ સંસ્થાનો પૂર્ણ કક્ષાની યુનિવર્સિટી તરીકે વિકાસ થશે - વડોદરામાં રેલ યુનિવર્સિટીની સ્થાપના.

● લાંબા અંતર માટે અંત્યોદય એક્સપ્રેસ ટ્રેન ચાલશે.

● સામાન્ય લોકો માટે અંત્યોદય એક્સપ્રેસ ચલાવાશે, જેમાં જનરલ ડબ્બા જ રહેશે.

● હમસફર, તેજસ અને ઉદય નામની નવી ટ્રેનો ચાલશે.

● ઉદય ડબલ ડેકર એસી ટ્રેનો રહેશે અને  રાતે ચાલશે.

● તેજસ ટ્રેનો કલાકે 130 કિલોમિટરની ઝડપે ચાલશે.

● તત્કાલ ટિકિટોના બુકિંગ માટે ખાસ સીસીટીવી લગાડવામાં આવશે.

● વિકલ્પ ટ્રેનનો વિસ્તાર કરવામાં આવશે.

● યાત્રીઓ એસએસએમ દ્વારા રેલવેમાં સફાઈની માગ કરી શકે છે.

● હમસફરમાં એસી બોગી અને ખાવાની વ્યવસ્થા રહેશે જે સંપૂર્ણ થર્ડ એસી રહેશે.

● સુરક્ષા માટે રેલવે હેલ્પલાઈન નંબર 182 જાહેર.

● યાત્રીઓની ફરિયાદ માટે ફોનલાઈન કાર્યરત.

● સુધારા માટે સોશિયલ મિડિયાનો ઉપયોગ.

● પૂર્વોત્તર ભારત અને જમ્મુ અને કાશ્મીરને રેલવેથી સાંકળવી એ પ્રાથમિકતા.

● વરિષ્ઠ નાગરિકોના કોટાના 50 ટકા રિઝર્વેશનમાં વધારો.

● મોબાઈલ એપ દ્વારા ટિકિટ બુકિંગની સુવિધા.

● વિશ્રામગૃહનું ઓનલાઈન બુકિંગ.

● ટિકિટ માટે લાઈનો ખતમ કરવી એ લક્ષ્યાંક.

● પીપીપી દ્વારા 400 રેલવે સ્ટેશનનો વિકાસ.

● આગામી  બે વર્ષોમાં 400 રેલવે સ્ટેશનો પર વાઈફાઈ સુવિધા.

● યાત્રી ટ્રેનોની સરેરાશ સ્પીડ પર કલાક 80 કિમી કરવાનો લક્ષ્યાંક.

● રેલવેમાં તમામ પદો પર ઓનલાઈન ભર્તી થશે.

● ₹1,84,820 કરોડની આવકનો અંદાજ, 2016-17માં 1.8 લાખ કરોડની રેવન્યુ પર ધ્યાન.

● આવતા વર્ષે 2800 રેલવે પથ કાર્યરત કરવાનો લક્ષ્યાંક.

● 2020 સુધીમાં 95% ટ્રેનોને ટાઈમ પર ચલાવવાનું રેલવેનું લક્ષ્યાંક.

◆ બજેટ અગાઉ નિવેદન આપતા તેમણે કહ્યું કે "હમ ન રુકેંગે, હમ ન ઝૂકેંગે". તેમણે એમ પણ કહ્યું કે ફક્ત ભાડા વધારીને રેલવેમાં કમાણી ઊભી કરવામાં નહીં આવે.

● પૂર્વોત્તર રાજ્યો માટે વધુ સારી સંપર્ક વ્યવસ્થા પર જોર અપાશે.

● 2020 સુધીમાં જ્યારે ઈચ્છો ત્યારે ટિકિટની વ્યવસ્થા અમલી કરાશે.

● ₹40,000 કરોડના રોકાણે બે રેલવે એન્જિનના કારખાના પર કામ.

● મેક ઈન ઈન્ડિયાથી 40,000 કરોડનું રોકાણ

● બિહાર સહિત પૂર્વી રાજ્યોમાં રોજગાર અપાશે.

● રેલવે ને આ વર્ષે 8720કરોડ રૂપિયાની નવી અવાક થશે.

સૌનો સાથ, સૌનો વિકાસ

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

Kavi ane tena upnam..