Breaking news - gir somnath jilla ma talati na papet lik thavani khabar nu stya...
ગુજરાતમાં મહેસૂલ ખાતા માટે તલાટીની પરિક્ષાનું આયોજન કરાવમાં આવ્યું હતું. આ પરિક્ષામાં કોઇ ગેરરીતીનો બનાવ બને નહીં તેની માટે પૂરતા પગલાં લેવામાં આવ્યા હતા. તલાટીની પરિક્ષા પૂર્વે સમગ્ર રાજ્યમાં મોબાઇલ ઇંટરનેટ સેવા પણ બંધ કરી
દેવામાં આવી હતી. તેમ છતાં તલાટીનું પેપલ લીક થયું હોવાનું શંકા વ્યક્ત કરાવમાં આવી રહી છે.
નવા બનેલા જિલ્લા ગીર સોમનાથના વેરાવળમાં તલાટીનું પેપર લીક થયું હોવાની શંકા થકાં કે.વી.સવનીયા શાળામાં વાહિ અને વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. 4 બ્લૉકના વિદ્યાર્થીઓ બહાર આવીને હોબાળો મચાવી રહ્યા હતા. આ ઘટનાની જાણ જિલ્લા શિક્ષણ
અધિકારી અને મામલતદારને થતાં તાત્કાલિક તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
જિલ્લા શિક્ષણ અધિકારી કે.ટી. પટેલનું કહેવું છે કે કે 30ના બદલે 29 પેપર જ નિકળ્યાં હતાં. કોઇ પેપર બહાર આવ્યું નથી કે કોઇ વિદ્યાર્થી પાસે પણ પેપર મળી આવ્યું નથી.
टिप्पणियाँ
एक टिप्पणी भेजें