Gazal

પુરાવો કોઈ પણ નક્કર નથી મળતો,
મળે છે નાગ પણ શંકર નથી મળતો.

નકામો શોધશો નાં, બંધ છે પડદા,
પતે સર્કસ પછી જોકર નથી મળતો.

પ્રભુને માત્ર મારે એટલું પુછવું,
ગરીબોને કાં કદી ઈશ્વર નથી મળતો.?

હસાવી દે, રડાવી દે, બે પળમાં જે,
લખે એવી ગઝલ એવો શાયર નથી મળતો.

અરીસામાં નહી શોધો તમે માણસ,
બહારે હોય છે એવો એ અંદર નથી મળતો...🌼

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

Kavi ane tena upnam..