Shayari
1
અમને ક્યાં ખબર પ્રણયની, અમે ઉજ્જડ ગલીના માણસ;
પ્રેમનો પ્રશ્ર્ન ન આવડ્યો, અમે પાછલી પાટલીના માણસ.
2
આંખોથી જ એમ વાર કરી ગયાં,
બોલ્યા વિના જ એકરાર કરી ગયાં..!
3
એકલો હું ક્યાં કદી યે હોઉં છું,
હું તો હંમેશા મારી સાથે હોઉં છું.
મૌન ની મહેફિલ અનેરી હોય છે,
હું જ શાયર હું જ શ્રોતા હોઉં છું..!
4
ધબકે છે આ હૃદય,💗
તો જરૂર કોકનું આકર્ષણ હશે,
નથી માનતાં લાગણીનાં બંધનમાં,💞
તો કોનું એ ગુરુત્વાકર્ષણ હશે !❤
टिप्पणियाँ
एक टिप्पणी भेजें