Vachvani maja avse.
વાંચો મઝા આવશે 👌
👉 કાચ ઉપર "પારો" ચડાવો તો "અરીસો" બની જાય છે.
અને કોઈને "અરીસો" દેખાડો તો "પારો" ચડી જાય છે.
👉 જે માણસાઈ થી મઢેલી હોય છે ,
તે ઝુંપડી પણ હવેલી 🏤 હોય છે.
👉 સાલું આપણે સાચા,
હોય તોય જમાનો ખોટા પાડે છે.
ને એક પથ્થર,
સારી રીતે ગોઠવાય તો લોકો ફોટા પાડે છે.
👉 જીંદગી મારી પણ હતી સુરતી માંઝા જેવી...
સ્વાર્થી લોકો મળતા ગયા અને ગાંઠો વધતી ગઈ...!!!
👉 સુખી થવા નો એક જ માર્ગ છે, જયારે બે વ્યક્તિ મળે ત્યારે ત્રીજા ના સુખ નો વિચાર કરે.
👉 સંબંધ પૈસાના 💵 મોહતાજ નથી હોતા,....કારણકે અમુક સંબંધ નફો નથી આપતા,....પરંતુ અમીર જરૂર બનાવી દે છે...
👉 કંઈક તો છેલ્લે રહી અધુરૂં જાય છે,
જીંદગી સિવાય અહીં કયાં બધું પુરું થાય છે ..
👉 દુખ આપવાની ભલેને હોય બધામાં હોશિયારી....
પણ ખુશ રહેવાની ખુદમા હોવી જોઈ તૈયારી....
👉 અરમાન એટલાં પણ ઉંચા ના હોવા જોઈએ કે સ્વમાન ગીરવે મુકવું પડે, બાકી તો જાત આખી વેચી મારીએ તો પણ શોખ અધૂરા રહી જાય..!
👉 મકાનની 🏤 જરૂર હોય છે માત્ર રહેવા માટે,
બાકી વસી જવા માટે તો કોઈના ખોબા જેવડા પ્રેમાળ દિલનો એકાદ ખુણો જ કાફી હોય....
👉 જીંદગીનું દરેક ડગલું પુરી તૈયારી અને આત્મવિશ્વાસ સાથે ભરો, દરજી અને સુથાર ના નિયમ ની જેમ "માપવું બે વાર, કાપવું એક જ વાર"...
👉 જમાવટ તો જીંદગી માં હોવી જોઈએ....
બાકી બનાવટ તો આખી દુનિયા 🌍 માં છે જ..
હસતા શીખો ?સાહેબ .....
રડતા ? તો સમય શીખડાવી દેશે...
😀😀😀😀😀😀😀😀😀😀
टिप्पणियाँ
एक टिप्पणी भेजें